કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં સંશોધન કર્યુ છે, તેનો લાભ ગ્રાહકોને મળવાનો શરુ થયો છે. આ દરમિયાન હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાએ રવિવારે કહ્યું કે જીએસટી દરોમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે પોતાના વિવિધ વ્હીકલ મોડલ રેન્જની કિંમતોમાં રૂપિયા 2.4 લાખ સુધીનો ઘટાડો કર્યો છે. હ્યુન્ડાઇ વર્ના પર રૂ. 60,640થી લઈને પ્રીમિયમ એસયુવી ટક્સન પર રૂ. 2.4 લાખ સુધીનો ઘટાડો 22મી સપ્ટેમ્બર સુધી લાગુ થશે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એમડી ઉન્સુ કિમે કહ્યું કે, આ સુધારો ઓટોમોટિવ ઉદ્યોગને પ્રોત્સાહન તો આપશે, સાથે સાથે વ્યક્તિગત પરિવહનને વધુ વાજબી અને સરળ બનાવીને લાખો ગ્રાહકોને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું પણ છે. એક અલગ નિવેદનમાં ટાટા મોટર્સે કહ્યુ કે એ પોતાના આખા કોમર્શિયલ વ્હીકલ્સ રેન્જ પર જીએસટી કાપનો પૂરો લાભ ગ્રાહકોને આપશે.






