અક્ષય કુમારની માતાનું નિધન.

0
694

બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષય કુમારે આ દુખદ ખબર ટ્વિટર મારફતે પોતાના ફેન્સ સાથે શેર કરી છે. બે દિવસ પહેલા તેમની માતાની તબિયત ખરાબ થઇ હતી જે બાદ તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અક્ષય કુમાર લંડનથી શૂટિંગ અધવચ્ચે મૂકીને પરત ફર્યા હતા.

અક્ષય કુમારે પોતાનું દુખ ફેન્સ સામે મુકતા જણાવ્યું કે, ‘તે મારું બધું જ હતી. અને આજે હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે શાંતિથી આ દુનિયા છોડી અને મારા પિતા સાથે બીજી દુનિયામાં મળી છે. હું તમારી પ્રાર્થનાનો આદર કરું છું કારણ કે હું અને મારો પરિવાર આ દુખદ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ.
નોંધનીય છે કે, અક્ષય કુમારની મમ્મી હીરાનંદાની હોસ્પિટલના ICUમાં હતા. અરુણા ભાટિયા 77 વર્ષના હતા. અક્ષય કુમાર મમ્મીની ઘણી જ નિકટ હતા. તેમની તબિયત ખરાબ હોવાથી તે મમ્મીથી દૂર રહી શક્યા ન હતા અને તેઓ ફિલ્મનું શૂટિંગ છોડીને ભારત પરત આવી ગયા હતા. અરૂણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. પરિવારના આગ્રહથી હોસ્પિટલે સારવારની તમામ માહિતી છુપાવીને રાખી હતી.

અક્ષય કુમાર જ્યારે લંડનમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનો પ્લાન ફેમિલી વેકેશન પર પણ જવાનો હતો. 10 સપ્ટેમ્બરના રોજ ભારત આવીને ભારત આવીને તે ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ કરવાના હતા. ત્યારબાદ ફેમિલી વેકેશન પર જવાના હતા અને પછી ‘રામ સેતુ’નું શૂટિંગ સ્ટાર્ટ કરવાના હતા. પરંતુ હવે આ દુખદ ઘટનાને કારણે અક્ષય કુમારનું આ શિડ્યૂઅલ ચેન્જ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here