રો એજન્ટ બની નેટફ્લિક્સ પર આવશે તબ્બુ…

0
145

તબ્બુ અને અલી ફઝલની નવી ફિલ્મ ખુફિયાનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ થોડી મિનિટોના ટ્રેલરમાં તમને તબ્બુ અને અલી ફઝલનો એવો લુક જોવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સ્પાય થ્રિલર ફિલ્મમાં તબ્બુ રોની એજન્ટ બની છે જ્યારે અલી ફઝલ દેશદ્રોહીના રોલમાં છે. તબ્બુ આ દેશદ્રોહીથી દેશને કેવી રીતે બચાવે છે તે એક ટોપ સિક્રેટ છે.

ફિલ્મ ‘ખુફિયા’ના ટ્રેલરમાં તબ્બુ અને અલી ફઝલનો જબરદસ્ત અભિનય જોવા મળશે. ટ્રેલરમાં તબ્બુ દેશના ગદ્દારોને પકડવાની રેસમાં લાગેલી છે. આ ફિલ્મ ‘એસ્કેપ ટુ નો વ્હેર’ નામના પુસ્તક પર આધારિત છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે તબ્બુ એક ખતરનાક મિશન પર છે અને દેશના દુશ્મનોને પકડવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું છે