અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ બુલબુલનું ટ્રેલર લોન્ચ

0
149

અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ બુલબુલનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાહુલ બોસ, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત એક બાળકથી થાય છે, જે એક ડોલીમાં બેઠેલી એક બાળકીને પુછે છે કે કહાની સાંભળીશ. ત્યારબાદ આ એક હોરર સ્ટોરીમાં બદલવા લાગે છે. ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મની સ્ટોરી બાળકી દુલ્હન અને બાળકો સાથે અન્યાયની આસપાસ છે.

ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ડરામણું અને સસ્પેન્સથી ભરપુર છે. તેના બેકગ્રાઉન્ડમાં ડરામણા અવાજો આવે છે અને તેનું પિક્ચરાઈઝેશન ડાર્ક છે. તેમાં બાળ વિવાહ અને જમીનદારી પ્રથા સહિત ઘણા સામાજિક મુદ્દાઓને બતાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં રાહુલ બોસ સૌથી ખતરનાક જોવા મળી રહ્યો છે. તે એક મહિલા પર અત્યાચાર કરતા પણ જોવા મળે છે. ટ્રેલરમાં એક હવેલીને બતાવવામાં આવે છે. ફિલ્મની સ્ટોરી બંગાળ પર આધારિત લાગી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here