અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ….

0
234

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે અગાઉ જ અમદાવાદથી અયોધ્યા સુધીની સીધી હવાઈ સેવાનો પ્રારંભ થયો છે.પરંતુ સીધી હવાઈ સેવા શરૂ થવાનો આનંદ અને પ્રથમ ફ્લાઈટમાં જ મુસાફરી કરવાનો જબરદસ્ત ઉત્સાહ યાત્રીઓમાં જોવા મળ્યો છે.કેટલાક યાત્રીઓ રામ,લક્ષ્મણ જાનકી અને બજરંગ બલીના પરિવેશમાં જોવા મળ્યા હતા. તો સાધુ સંતો પણ પ્રથમ ફ્લાઈટમાં સવાર થઈને અયોધ્યા પહોંચી રહ્યા છે.જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે દિવસ હવે આવી ચુક્યો છે, આગામી 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ધામધૂમ પૂર્વક અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, ત્યારે અયોધ્યા મંદિર દર્શન કરવા માંગતા રામના શ્રધાલુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, સીધા અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ આજથી શરૂ થઈ છે.. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ 3 999 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચશે.જેમાં અમદાવાદથી અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ શરૂ થઇ છે. તેમાં જય શ્રી રામના નારા સાથે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી છે. અયોધ્યાની પ્રથમ ફ્લાઈટમાં 150 રામ ભક્તો ગયા છે. વેશભૂષા સાથે અયોધ્યા જવા રામ ભક્તો રવાના થયા છે.10 જાન્યુઆરીથી ઈન્ડિગો એરલાઈન્સની સેવા રામ ભક્તોને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે. તાજેતરમાં 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવાની જાહેરાત કરી હતી