સતત બીજા દિવસે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

0
249

ઉત્તર ગુજરાત, પૂર્વ રાજસ્થાનથી લઈને મધ્ય ઉત્તર પ્રદેશ સુધીમાં આકાર પામેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગઈકાલ ગુરુવારના રોજ પણ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે, કમોસમી વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ઝડપી તોફાની પવન ફુંકાવાની પણ આગાહી કરી હતી. આજે શુક્રવારે પણ હવામાન વિભાગે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, હળવો કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ખાસ કરીને આજે દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ કે લધુત્તમ તાપમાનમાં બહુ ફેરફાર નહીં નોધાય. જો કે, આગામી 48 કલાક સુધી લઘુતમ તાપમાન યથાવત રહેશે. ત્યાર બાદ, તાપમાન 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.