અમદાવાદના પોશ એરિયા “શેલા” માં મહાકાય ભુવો પડ્યો….

0
180

અમદાવાદ શહેરમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકાર થયુ છે. બોપલ, સાયન્સ સિટી, ગોતામાં 7-7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સરખેજ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ થતાં પાણી પાણી થયું છે. તો નરોડા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોધપુર અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસા નોંધાયો છે. ચાંદખેડા વિસ્તારમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બોડકદેવ અને ઉસ્માનપુરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી અમદાવાદના શેલામાં વિશાળ ભૂવો પડ્યો છે. શેલામાં ભૂવો પડવાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. સ્કાય સિટી ચાર રસ્તા પાસે ૩૦ ફૂટ કરતા પણ વધારે પહોળો ભુવો જોઈ ભલભલા ચક્કર ખાઈ જાય. ડ્રેનેજ લાઇન કામ ચાલી રહ્યું હતું એ જ સમયે ભુવો પડ્યો છે. સ્થાનિકોએ ભૂવા પાસે બેરીકેટ કરી રસ્તો બંધ કર્યો છે. તો બીજી તરફ, ઓર્ચિડ સ્કાય એક્ઝીટ ગેટ પાસેનો રસ્તો પણ બેસી ગયો છે. ઔડા દ્વારા ગટર લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. ગત ચોમાસા બાદ જ્યાં ખોદકામ થયું હતું એવી જગ્યાએ જમીન બેસી જવાની શક્યતા દર્શાવી હતી. શેલામાં પડેલા ભૂવાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી ખાડામાં ગઈ તેનો પુરાવો છે. આ ઘટના તંત્ર સામે અનેક સવાલો પેદા કરે છે. તંત્રના અધિકારીઓને આ ભુવો કેમ નથી દેખાતો.