અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાથી હાહાકાર…..

0
268

અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગોના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, જેણે શહેરીજનો અને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે.છેલ્લા 13 દિવસમાં જ અમદાવાદમાં ડેન્ગ્યૂના 200થી વધુ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ખાસ કરીને ગોમતીપુરા અને બહેરામપુરા જેવા વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસો વધુ જોવા મળ્યા છે. આ ઉપરાંત, શહેરના અન્ય પોશ વિસ્તારો જેવા કે પાલડી, નવરંગપુરા અને રાણીપમાં પણ ડેન્ગ્યૂના કેસો સામે આવ્યા છે, જે દર્શાવે છે કે આ રોગ કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી. નિષ્ણાતોના મતે, જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ડિસેમ્બરના અંત સુધીમાં આ કેસોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે.