અમદાવાદમાં ફરી BMW હિટ એન્ડ રન…

0
283

અમદાવાદના સિમ્સ હોસ્પિટલથી ઝકયડ્સ હોસ્પિટલ જવા માટે નવો ઓવેર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યાં BMW કાર ચાલકે દારૂના નશામાં પૂર ઝડપે ગાડી હંકારીને બ્રિજ પરથી સિમ્સ હોસ્પિટલ બાજૂ આવતા રોડની સાઈડમાં એક કપલ ચાલતું જતું હતું, તેઓને અડફેટે લીધું હતું અને ત્યાંથી સત્યમ શર્મા નામનો કાર ચાલક કાર સાથે ફરાર થઇ ગયો. હાલમાં પોલીસ ઘટના સ્થળે આવી ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એટલું જ નહિ, ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે ને અકસ્માત પહેલા કારચાલકનો સ્પીડનો વીડિયો પણ મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતીઅનુસાર, અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલ જવાના રોડ ઉપર બ્રિજ બ્રિજ પરથી નીચે આવતી પુર ઝડપે bmw કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારચાલકે પહેલા બ્રિજ ઉતરતાની સાથે જ ચાર રસ્તા ઉપર અન્યાય એક કાર સાથે ટક્કર મારી હતી અને ત્યારબાદ રોડની સાઈડમાં એક કપલ જે ચાલવા નીકળ્યું હતું. તેમને અડફેટે લીધા હતા અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત બાદ bmw કારચાલક કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ યુવકનું નામ સત્યમ શર્મા હોવાનું ખૂલ્યું છે.