અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

0
97

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. કોરોનાની મહામારીના કારણે 143મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં આજે ભક્તો અને સાધુ-સંતો જોડાયા નથી. શોભાયાત્રા વગરની જળયાત્રામાં માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ જળયાત્રાની પૂજામાં જોડાયા હતાં. મંદિર તરફથી રાજકીય નેતાઓન પૂજામાં નહિ જોડાય માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here