અમદાવાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન બનશે

0
237

સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું નજરાણું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ગ્લો ગાર્ડન હવે અમદાવાદના આંગણામા પણ માણા મળશે. ભવ્ય ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટ પાર્ક ખાતે પણ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. amc દ્વારા આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 3.5 કરોડ રૂપિયાના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઉભું કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલું ગ્લો ગાર્ડન પ્રવસીઓમાં ખુબ આકર્ષણ જમાવી ચૂક્યું છે. ત્યારે આવુ જ એક ભવ્ય ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં પણ જોવા મળશે. સાબરમતીના ઘાટ પર અવનવા લાઈટ્સનું ગાર્ડન ઉભું કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અટલ બ્રિજ, ફ્લાવર ગાર્ડન, બટરફ્લાય પાર્ક, એડવેન્ચર રાઈડ્સ, કાયાકીંગ, સાબરમતી રિવર ક્રુઝ તો પહેલેથી છે જ. પરંતુ જલ્દી જ હવે ગ્લો ગાર્ડન પણ માણવા મળશે. જેનાથી રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓની સંખ્યા વધશે.