અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત થશે વિકાસ

0
99

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે 3100 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારનો નિર્ણય. જેમાં વટામણ- પીપળી, સુરત- સચિન-નવસારી, અમદાવાદ- ડાકોર, ભૂજ-ભચાઉ, રાજકોટ- ભાવનગર અને મહેસાણા-પાલનપૂર સહિત 6 હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે 262. 56 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં સુદ્રઢ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યુ છે.
આ પ્રાવધાન અંતર્ગત વટામણ-પીપળી, સુરત – સચિન- નવસારી, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ, રાજકોટ-ભાવનગર, અને મહેસાણા-પાલનપૂર સહિત 6 જેટલા હાઈ સ્પીડ કોરીડોર વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.