અમિતાભ બચ્ચનને મળશે ભારતીય સિનેમા જગતનું સર્વોચ્ચ સન્માન

0
1361

બોલિવૂડના મહાનાયક કહેવાતા એક્ટર અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાનો સૌથી મોટો ‘દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ’ આપવામાં આવશે. સુચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ મંગળવાર સાંજે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. પ્રકાશ જાવડેકરે લખ્યુ,’લેજેન્ડ અમિતાભ બચ્ચન જેમણે આપણને બે પેઢીઓ સુધી એન્ટરટેન કર્યા છે. તેમને એકમત ઢંગે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશ અને ઇન્ટરનેશનલ કોમ્યૂનિટી આ અંગે ખુશ છે. મારા તરફથી તેમને ખુબ-ખુબ શુભેચ્છા.’
76 વર્ષીય અમિતાભ બચ્ચન હાલમાં પણ ભારતીય સિનેમામાં કાર્યરત છે. 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અમિતાભ બચ્ચન ડઝનો હિ‌ટ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. આટલી મોટી ઉંમરમાં પણ તેમની પાસે કામની કોઇ અછત નથી. અમિતાભની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેઓ આગામી સમયમાં ઝંડુ, સાય રા નરસિંમ્હા રેડ્ડી, તેરા યાર હું મેં, બટરફ્લાઇ, AB યાની CD, બ્રહ્માસ્ત્ર, ચહેરે અને ગુલાબો સિતાબોમાં કામ કરતા નજર આવશે.

ફિલ્મ સાય રા નરસિમ્હાનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું જેમા અમિતાભ એક ઋષીની ભૂમિકામાં નજર આવશે. બિગ બી મોટા પડદા પર અને નાના પડદા પર પણ સક્રિય છે. તેમનું રિયાલિટી ક્વીઝ શો કોન બનેગા કરોડપતિ ખુબ જ લોકપ્રિય છે. આ વર્ષે શોમાં 2 સ્પર્ધક કરોડપતિ બનીને જઇ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here