ગુજરાતી ઈન્ડસ્ટ્રીની મહારાણી  ઉર્વશી સોલંકીનો  નવો  શો “ઉર્વશી ઓન ધી વે” ને અભૂતપૂર્વ પ્રતિસાદ 

0
2488

ગુજરાતમાં ખ્યાતિ પામેલ ઉર્વશી સોલંકી તેણીના નવા શો “ઉર્વશી ઓન ધી વે” માં ઘણી વ્યસ્ત છે, જ્યાં તેણી સ્થાનિકો સાથે ભિન્ન- ભિન્ન સામાજિક સમસ્યાઓ અને રુઢિચુસ્ત રિવાજો વિશે કટાક્ષ સ્વરૂપ વાતચીત કરશે. આ શો ઉર્વશી માટે ઘણો આશાસ્પદ જણાય છે કારણ કે, તેણી માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા જ નહીં પરંતુ બોલીવુડ માં પણ તેણીની ફિલ્મ “ગુસ્તાખ” માટે મળેલ “દાદા સાહેબ ફાલકે” એવોર્ડ દ્વારા સન્માનિત થવા માટે તેમજ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માં નામાંકિત થવા માટે લોકપ્રિય છે. તેણી પોતાના નવા શો માટે ઘણી ઉત્સાહિત છે, જેમાં તેણી કઠોર સામાજિક સમસ્યાઓનો સામનો કરતાં અને તે સમસ્યાઓની સ્થાનકો સાથે ચર્ચા કરતી જોવા મળશે. એનો નવો એપિસોડ “હોળી માસ્ક વળી” ના વિષય પર છે. એ મુંબઈ ની ગલીયો માં બધાના અંતરંગી જવાબો ભેગા કરશે..

ઉર્વશીએ તેણીના આ શો “ઉર્વશી ઑન ધી વે” ની એક ઝાંકી પ્રસ્તુત કરી છે તેમજ તેણીએ પોતાની અભિનયથી લઈને એન્કરિંગ સુધીની યાત્રા પણ દર્શાવી છે. ઉર્વશી કહે છે કે, “મેં ઘણા ફિલમ અને ગીતો માં કામ કર્યું છે, આ જમાનો ડિજિટલ નો છે અને આ શો થી સારું કઈ નથી. દર્શકો નો મને ખૂબ પ્રેમ મડ્યો છે અને બધાજ મારા મિત્રો અને પ્રેક્ષકો એ મારા ચેનલ ને પ્રોત્સાહન આપ્યું છે.”આ શો હાલમાં જ શરુ થયો છે અને તેની રાહ જોનારા તમામ દર્શકો માટે ખૂબ આકર્ષક બની રહ્યો છે.

ઉર્વશી સોલંકીનું નામ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી સ્થાને રહ્યું છે. તેણી એક પ્રખ્યાત અભિનેત્રી, ગાયિકા તેમજ પ્રસ્તુતકર્તા છે. દર નવરાત્રિ માં ઉર્વશી સોલંકીનું નામ ગુજરાત ભરમાં ચર્ચામાં હોય છે. તેણીના મનમોહન અવાજ અને ઉત્સાહ ભર્યા પરર્ફોમન્સને જોઇ દર્શકો તેણીના અવાજના સૌંદર્યમાં ડૂબી જાય છે અને ખરેખર, તેણી ગુજરાતી લોકગીતની મહારાણી જ છે. તેણીની ગુજરાતી ફિલ્મ “શૂટઆઉટ” માં ખલનાયિકાના પાત્ર માટે ખૂબ જ પ્રશંસા થઇ છે, તેમજ તેણીને તે પાત્ર ભજવવા માટે “ગુજરાત આઈકોનિક ફિલ્મ એવોર્ડ” દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ. આવી અનેક પ્રતિભાઓ ધરાવનાર ઉર્વશી તેણીના શો ના માધ્યમથી આપ સૌને રોમાંચિત કરવા આવી રહી છે. તો આપ સૌ પણ મહોલ્લા અને શેરીઓમાં તેણીને જોઈ આશ્ચર્યચકિત ન થતાં તેણી સાથે વાતચીત કરવા અને પ્રશ્નોના જવાબ આપવા તૈયાર રહેજો.

Link :https://youtu.be/9i-WJdYVRw8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here