અમેરિકાની મુલાકાત બાદ ઈજિપ્ત પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, વિવિધ મુદ્દે કરશે ચર્ચા

0
258

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તની બે દિવસીય રાજકીય મુલાકાતે શનિવારે કૈરો (PM Modi Egypt visit) પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા માટે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સહિત ઇજિપ્તના નેતૃત્વ સાથે વાતચીત કરશે. મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની મુલાકાતે છે. એરપોર્ટ પર ઇજિપ્તના વડાપ્રધાન દ્વારા મોદીનું ખાસ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનું આગમન સમયે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. અહીં એક ઇજિપ્તની મહિલાએ યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત સાથે તેમનું સ્વાગત કર્યું હતું.