રોકેટ ગતિએ દોડશે દેશમાં બનનારી પ્રથમ બુલેટ ટ્રેન…..

0
64

વર્ષ 2026માં અમદાવાદ-મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેન ચાલવાની આશા છે. આ સાથે આવનારા સમયમાં અમદાવાદથી દિલ્હી રૂપ પરથી બુલેટ ટ્રેન ચલાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ત્યારબાદ આ બંને શહેરોનું અંતર 12 કલાકથી ઘટી સાડા ત્રણ કલાક રહી જશે. આ સાથે ઈકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં સ્વદેશી રૂપથી નિર્મિત બુલેટ ટ્રેન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. બુલેટ ટ્રેન 250 કિમી પ્રતિ કલાકની ઝડપ પાર કરવામાં સક્ષમ છે.બુલેટ ટ્રેનને વંદે ભારત પ્લેટફોર્મ પર વિકસિત કરવામાં આવી રહી છે અને તે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલવામાં સક્ષમ છે. આવનારા સમયમાં આ ટ્રેન ભારતીય રેલવેની કોઈપણ વર્તમાન ટ્રેનની ગતિને પાર કરી લેશે. જાણવા મળી રહ્યું છે કે બુલેટ ટ્રેનના કોચને ચેન્નઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી ડિઝાઇન કરી રહી છે. તેમાં ઘરેલું તકનીક અને નિર્માણને સામેલ કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) એ પિલરના કામ અને જમીન અધિગ્રહણ પૂરુ કરી લીધું છે.