આગામી સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે

0
369

આગામી સ્વાતંત્ર્ય દિન, 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે. સ્વાતંત્ર્ય દિનની ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયા ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારુ આયોજન માટે વિવિધ નોડલ ઓફિસર્સની નિમણૂક અને કામગીરી સંદર્ભે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલા રામકથા મેદાન ખાતે 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી સંદર્ભે ધ્વજવંદન કાર્યક્રમ, પોલીસ પરેડ સહિત વિવિધ કાર્યક્રમો અને વ્યવસ્થા અંગે બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોશી, મદદનીશ કલેકટર સુ શ્રી અંચુ વિલ્સન તેમજ જુદા જુદા વિભાગના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.