આગામી 21 દિવસ સમગ્ર દેશમાં લોકડાઉન

0
308

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું, આગામી 21 દિવસ સમગ્ર દેશમાં લોકડાઉન, ઘરમાં રહો, ખુદ સુરક્ષિત રહો. એક સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું આ બીજી વખત સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધન કરતા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે.પીએમ મોદીએ કહ્યું આ જનતા કર્ફ્યૂ કરતા થોડુ આગળ છે. કોરોના વાયરસ સામે લડવા માટે આ પગલુ જરૂરી છે. આ લોકડાઉનની આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે.

તમારા પરિવારને બચાવવા મારી ભારત સરકારની દેશના દરેક રાજ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા છે. એટલે મારી તમને પ્રાર્થના છે કે તમે આ સમયે જ્યાં પણ હોવ ત્યાં જ રહો અત્યારના હાલત જોઈને દેશમાં આ લોકડાઉન 21 દિવસનું રહેશે. ત્રણ સપ્તાહ સુધીનું રહેશે.કોરના વાયરસની સાઈકલ તોડવા માટે 21 દિવસનો સમય ખૂબ જ જરૂર છે. જો 21 દિવસ નહી સંભાળવામાં આવે તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. આ વાત હુ એક પ્રધાનમંત્રી તરીકે નહી પરંતુ તમારા પરિવારના સદસ્ય તરીકે કહી રહ્યો છું. ઘરમાં રહો ઘરમાં રહો એક જ કામ કરો તમારા ઘરમાં રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here