આગામી 31મી માર્ચ સુધી રાજ્યમાં લોકડાઉન જાહેર

0
92

સમગ્ર રાજ્યમાં મધ્યરાત્રિથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકાશે.
દેશમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 478 કેસ નોંધાઈ ચુક્યા છે. 9 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા છે. અનેક સારવાર હેઠળ છે. ત્યારે તંત્ર સતર્ક છે. લોકોને સતત ઘર બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો મળી કુલ 19 પ્રદેશોમાં લોકડાઉન કરાયા છે. 6 રાજ્યોને આંશિક લોકડાઉન કરાયા છે. તો ગુજરાતમાં હેરફેર કરતા વાહનો પર પ્રતિબંધ કરાયો છે. તો સમગ્ર રાજ્યમાં મધ્યરાત્રિથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here