આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી….

0
308

ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાઈલીશ ક્રિકેટર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ સલામી બેટ્સમેન કેએલ રાહુલની…રાહુલ આજે પોતાના જીવની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજે લગ્નના બંધનમાં જોડાઇ જશે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસ પર બંને લગ્નના બંધનમાં બંધાવાના છે. આ અંગે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ લગ્ન સમારોહમાં લગભગ 100 થી 200 જેટલા મેહમાન ભાગ લેશે.