પરિણીતિ ચોપરાએ ‘સાંડ કી આંખ’માં તાપસી અને ભૂમિના કાસ્ટિંગને સપોર્ટ આપ્યો

0
1355

તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘સાંડ કી આંખ’નું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી ફિલ્મ્સમાં એજેડ કૅરૅક્ટર્સ એજેડ એક્ટર્સ પાસેથી જ પ્લે કરાવવાં જોઈએ એના વિશે ડિબેટ શરૂ થઈ ગઈ છે.

અનેક લોકો આ વાતથી સંમત છે તો અનેક લોકો આ વાત સ્વીકારવાની ના પાડે છે. સૌથી પહેલાં નીના ગુપ્તાએ સવાલ ઉઠાવ્યો હતો કે, સીનિયર એક્ટ્રેસીસને તેમની ઉંમરના રોલ્સ ઓફર શા માટે કરવામાં આવતા નથી. જેના પછી આલિયા ભટ્ટની મધર સોની રાઝદાને પણ આ મામલે નિરાશા વ્યક્ત કરી હતી. હવે આ વિશે પોતાનો ઓપિનિયન વ્યક્ત કરનારી સેલિબ્રિટીઝમાં પરિણીતી ચોપરાનું નામ પણ સામેલ થઈ ગયું છે.

રિસન્ટલી સરિતા નામની એક યૂઝરે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘જે રીતે ‘સાંડ કી આંખ’ બાબતે ડિબેટ ચાલી રહી છે એ જોતા એજેડ કૅરૅક્ટર્સ એજેડ એક્ટર્સને જ ભજવવા માટે આપવા જોઈએ. ‘ઝીરો’માં અનુષ્કાવાળો રોલ કોઈ દિવ્યાંગે પ્લે કરવો જોઈતો હતો જ્યારે કોઈ ઠીંગણી વ્યક્તિએ શાહરુખ ખાનવાળો રોલ પ્લે કરવો જોઇતો હતો. કોઈ શિખ વ્યક્તિએ ‘કેસરી’ કરવી જોઈતી હતી. એક બેડ્મિન્ટન પ્લેયરે સાઇના નેહવાલની બાયોપિક કરવી જોઇએ અને એસિડ અટેકની વિક્ટિમે ફિલ્મ ‘છપાક’ કરવી જોઇતી હતી.’
આ ટ્વીટ પર પરિણીએ લખ્યું હતું કે, ‘થેંક્સ સરિતા, હા, બિલકુલ અમે એક્ટર્સ છીએ અને પોતાની જાતને રિયલ લાઇફ પર્સનાલિટીઝમાં ઢાળવાનો અમારો વિશેષાધિકાર છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here