આમોદ-સરભાણ રોડ પર અકસ્માતમાં 3 લોકોના મોત

0
478

આમોદ-સરભાણ રોડ પર જઇ રહેલી કારના ચાલકે અચાનક જ કારના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો એકત્ર થઇ ગયા હતા. અને તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. જોકે અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here