આર્યન ખાન-ડ્રગ્સ કેસ બાદ શાહરૂખ- ગૌરીએ લીધો આ નિર્ણય….

0
575

ડ્રગ્સ કેસ પછી શાહરૂખ ખાન અને તેમના પરિવારે ઘણા એવા નિર્ણય લીધા છે, જેમાંથી એક મોટો નિર્ણય પુત્ર આર્યન ખાનની સુરક્ષાને લઈને પણ છે.અહેવાલ મળી રહ્યા છે કે શાહરૂખ ખાને પોતાના મોટા પુત્ર માટે એક બોડીગાર્ડ રાખ્યો છે, જે પળેપળ તેની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. એક અગ્રણી વેબસાઈટ બોલિવુડ લાઈફની એક રિપોર્ટના મતે, શાહરૂખ આ કેસમાં અંદરથી પુરી રીતે હલી ગયા છે. તેઓ વિચારી રહ્યા છે કે જો આર્યનની પાસે પોતાનો બોડીગાર્ડ હોત તો કદાચ આજે આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન હવે અલબાગવાળા ફાર્મફાઉસમાં રહેશે. શાહરૂખ ઈચ્છે છે કે તેમનો પુત્ર મેંટલ ટ્રોમામાંથી બહાર આવે. તમને જણાવી દઈએ કે, કોર્ટ દ્વારા જામીન માટે રાખવામાં આવેલી શરતોમાં આર્યન ખાનનો પાસપોર્ટ જપ્તવાળો નિયમ પણ છે. એટલે આર્યન ખાન જ્યાં સુધી જામીન પર બહાર છે અને તેમના પર આ કેસ ચાલી રહ્યો છે, ત્યાં સુધી તેમનો પાસપાર્ટ જપ્ત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here