સેક્ટર-6માં સરકારી આવાસોનું આજે CMના હસ્તે લોકાર્પણ

0
617

વેઈટિંગમાં રહેલા 560 કર્મચારીને એકાદ માસમાં ઘર મળી જશે!
B ટાઈપના 280 તથા C ટાઈપના 280 મકાનો દોઢેક માસથી તૈયાર થયા હતા: ચૂંટણીથી લોકાર્પણ કરી શકાયું ન હતું.
સેક્ટર-6 ખાતે તૈયાર થયેેલા થયેલા 560 જેટલા આવાસનું લોકાર્પણ આવતીકાલે મંગળવારે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સેક્ટર-6 ડી ખાતે બી ટાઈપના 280 તથા સી ટાઈપના 280 મકાનો બનીને છેલ્લા દોઢેક માસથી તૈયાર થઈને તૈયાર થઈ ગયા હતા. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ અહીં અહીં ફિનિસિંગ અને બારીબારણાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ હતી. પાટનગર યોજના વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે આવાસો બનીને કર્મચારીઓને મળી જાય તે દિશામાં પ્રયત્નો કરાયા હતા.

જોકે તે પહેલાં જ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ જતાં આવાસોનું લોકાર્પણ અટકી પડ્યું હતું. ત્યારે આખરે આજે મુખ્યમંત્રીના હસ્તે આવાસોનું લોકાર્પણ થશે. ગાંધીનગરમાં નાનાથી લઈને મોટા સરકારી આવાસો માટે અંદાજે 4 હજાર જેટલું વેઈટિંગ હોવાનું કહેવાય છે. ત્યારે તેમાંથી બી ટાઈપ અને સી ટાઈપના સરકારી આવાસોની યોગ્યતા ધરાવતા 560 જેટલી કર્મચારીઓને એકાદ મહિનામાં ઘર મળી જાય તેવી શક્યતા છે. કારણ કે આજે લોકાર્પણ થઈ ગયા બાદ પાટનગર યોજના વિભાગ દ્વારા વેઈટિંગ ઓપરેટ કરવામાં આવશે. જેમાં મકાનની ફાળવણી સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા અંદાજે એકાદ મહિનાનો સમય લાગે તેમ છે.સેક્ટર-6 ખાતે તૈયાર થયેલા 560 સરકારી આવાસો આજે લોકાર્પીત થઈ જશે. આ સિવાય પોલીસ સ્ટેશન સામે પણ આવસો બની રહ્યાં છે. જે બાદ બંને મકાનોની વચ્ચે પણ બીજા સરકારી આવસો બનાવવાનું આયોજન છે. જેને પગલે સેક્ટર-6 ખાતે જ લાઈનમાં 1100થી વધુ સરકારી આવાસો બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here