આશરે ૪૦ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં દેખાશે પરેશ રાવલ

0
1576

પરેશ રાવલ ૪૦ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મનું નામ ‘ડિયર ફાધર’ છે. આ ફિલ્મ તેમના જ એક નાટક પરથી બનાવવામાં આવશે. આ વાત તેમના ફૅન્સ સુધી પહોંચતાં તેમની ખુશીની કોઈ સીમા ન રહી. ગુજરાતી ફિલ્મ કરવાની ખુશી વ્યકત કરતાં પરેશ રાવલે કહ્યું હતું કે ‘અતિશય એક્સાઇટેડ છું. લગભગ ૪૦ વર્ષ બાદ હું ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો છું. આ ફિલ્મ મારા જ નાટક ‘ડિયર ફાધર’ પર આધારિત છે, જે ખૂબ સફળ રહ્યું હતું. આ જર્નીમાં વીનસ ફિલ્મ્સના રતન જૈનજી પણ જોડાઈ ગયા છે. તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. ફિલ્મનું નામ પણ ‘ડિયર ફાધર’ રાખવામાં આવ્યું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here