ઇ-કોમર્સ કંપનીઓને ફક્ત આવશ્યક ઉત્પાદનો વેચવાનો અધિકાર

0
772

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું છે કે 20 એપ્રિલથી ઇ-કોમર્સ કંપનીઓને ફક્ત આવશ્યક ઉત્પાદનો વેચવાનો અધિકાર હશે. બિન-આવશ્યક ઉત્પાદનોને વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે જ ઈ-કોમર્સ સાથે જોડાયેલા વાહનોએ પરવાનગી લેવી પડશે. ગૃહમંત્રાલયે આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈ-કોમર્સ કંપનીઓએ મોબાઇલ ફોન, ફ્રિજ, વોશિંગ મશીન, એસી જેવી બિન-જરૂરી ચીજોની ડિલિવરી કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here