ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી

0
762

દેશ કોરોનાવાઈરસના સંક્રમણ સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમિયાન સરકારે મંગળવારે આમ આદમીને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે હાલની સ્થિતિ પર ચર્ચા બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગો માટે રાહત પેકેજની જાહેરાત ઝડપથી કરવામાં આવશે. આમ આદમી માટે રાહતના સમાચાર આપતા નાણાં મંત્રીએ જણાવ્યું કે અગામી ત્રણ મહિના સુધી કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ આપવો પડશે નહિ. આ સિવાય બેન્કોના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની શરતમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. સીતારમણે કહ્યું કે ITR ફાઈલ કરવા અને પાન-આધાર લીન્ક કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here