ઈમરાન ખેડવાલા સામે જો જરૂર પડશે તો ગુનો દાખલ કરાશે : શિવાનંદ ઝા

0
672

રાજ્યમાં લોકડાઉન અને કોરોનાગ્રસ્ત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પ્રકરણ મામલે આજે રાજ્ય પોલીસવડાએ શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ઈમરાન ખેડવાલાની બેઠક રાજકીય બેઠક હતી. તેમની સામે ગુનો દાખલ કરવો કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો જરૂર પડશે તો તેની સામે ગુનો દાખલ કરાશે.રાજ્ય પોલીસવડાએ નાગરિકો અને પોલીસને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે, અને જનતા લોકડાઉન નું કડક પાલન કરે, લોકડાઉનનું પાલન નહીં થાય તો કરફ્યુ લગાવવામાં આવશે. 1102 સુરા જમાતીઓમાંથી 1092ની ઓળખ થઈ ગઈ છે. સુરતમાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સમજાવટથી કામ કરે છે. જે વિસ્તારમાં કરફ્યુ લગાવામાં આવ્યો છે તે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here