એક્ટર અને કૉમેડિયન જગદીપ અંતિમ શ્વાસ લઇ લીધા

0
239
Comedian Jagdeep in film SOORMA BHOPALI. Express archive photo

વર્ષ 2020 માત્ર બૉલીવુડ નહીં પરંતુ આખી દુનિયા માટે નુકશાકારક સાબિત થઇ રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય સ્ટાર કલાકારોએ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધી છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટરનુ નામ ઉમેરાઇ ગયુ છે, તે છે એક્ટર અને કૉમેડિયન જગદીપ. શોલેમાં સૂરમા ભોપાલીનુ જબરદસ્ત પાત્ર ભજવ્યા બાદ જગદીપને ખુબ લોકપ્રિયતા મળી હતી. બુધવારે અભિનેતા જગદીપે મુંબઇ સ્થિત પોતાના ઘરે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લઇ લીધા છે.

એક્ટર જગદીપનુ અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતુ. તેનો જન્મ 29 માર્ચ 1939ના રોજ થયો હતો.

તેમના પરિવારમાં પુત્ર જાવેદ જાફરી અને નાવેદ જાફરી છે. જાવેદ અભિનેતા અને ડાન્સર તરીકે ઓળખાય છે, તેને નાવેદની સાથે લોકપ્રિય ડાન્સ શૉ બૂગી વૂગી કર્યુ હતુ. આ શૉનુ નિર્દેશન નાવેદે કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here