એક અઠવાડિયા માં ૩૧ હાજર વાહનોનું PUC કરાયું..

0
964

ગાંધીનગર શહેર-જિલ્લાના 15 સેન્ટરો ઉપર હજુ પણ વાહનોની લાંબી લાઇનો,

ગાંધીનગર શહેર તથા જિલ્લામાં આવેલા ૧૫ જેટલા લાયન્સધારક પીયુસી સેન્ટરમાં છેલ્લા ઘણા દિવસોથી વાહનોની લાંબી લાઇનો લાગી છે. ત્યારે છેલ્લા સાત દિવસોમાં ગાંધીનગરમાં ૩૧ હજાર વાહનોને પીયુસી આપવામાં આવી છે.

જો કે આ સેન્ટરોમાં કોઇ પણ પ્રકારના ચેકીંગ વગર ફક્ત ફોટો પાડીને પીયુસી આપી દેવામાં આવે છે. જે ગેરકાયદેસર છે ત્યારે આગામી દિવસોમાં હવે ઓનલાઇન સેન્ટરો કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા રવિવારે ટ્રાફિકના નવા દંડ જાહેર કરતાની સાથે જ વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ચોરે અને ચૌટે ફક્ત ટ્રાફિકના દંડની જ વાતો થતી જોવા મળતી હતી.

સોશ્યલ મિડીયામાં રમુજ મેસેજ ફરતાં થયા હતા. ત્યારે પીયુસી નહીં ધરાવતાં વાહનોના માલિકને રૂપિયા પ૦૦ નો દંડ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો તેને લઇને વાહનચાલકો આ પીયુસી લેવા માટે દોડધામ કરતા પણ જોવા મળી રહ્યા છે.

તેવી સ્થિતિમાં રવિવારે જાહેરાત કર્યા બાદ સોમવાર સવારથી જ પીયુસી સેન્ટર ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી છે. એટલુ જ નહીં, સરકારે આ નવા દંડના નિયમમાં હાલ રાહત આપવામાં આવી છે અને આગામી તા. ૧૫મીથી ઓક્ટોબરથી પુનઃ નવા નિયમ પ્રમાણે ટ્રાફિક પોલીસ દંડ વસુલવાની છે ત્યારે હજુ પણ ઘણા સેન્ટરો ઉપર વાહનચાલકો લાઇનો લગાવીને ઉભા છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં ૩૧ હજાર વાહનોની પીયુસી કાઢવામાં આવી છે. જો કે, સેન્ટરોમાં પણ કોઇપણ પ્રકારના ચેકીંગ વગર પીયુસી આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તો આગામી શનિવારથી આ સેન્ટરોને આરટીઓના ઓનલાઇન સીસ્ટમનો અમલ કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here