ભારત સરકાર યુદ્ધ પ્રભાવિત દેશ યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ દરમિયાન શનિવારે યુક્રેનમાંથી 219 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના વિમાને રોમાનિયાથી ઉડાન ભરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું આ પહેલું જૂથ છે જેને સંકટગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. એર ટ્રાફિક કંટ્રોલના સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાનું પ્લેન સાંજે 7.50 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું હતું.
જણાવી દઈએ કે, શનિવારે એર ઈન્ડિયાના વિમાને 219 ભારતીય મુસાફરોને લઈને બપોરે 1.55 કલાકે ભારત માટે ટેકઓફ કર્યું હતું જે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ પહોંચ્યા હતા. કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે મુંબઈ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું હતું.