IPL 2022ની શરૂઆત 26મી માર્ચથી થશે : 29મી મેના રોજ ફાઇનલ મેચ

0
409

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલ પ્રમુખ બ્રિજેશ પટેલની આગેવાની હેઠળની આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ લીગ મેચો મુંબઈમાં યોજવામાં આવશે જ્યારે પ્લે-ઓફ મેચ ક્યાં રમાશે તે પછીથી નક્કી કરવામાં આવશે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર, આઇપીએલ 2022 આગામી 26 માર્ચથી શરૂ થશે અને આઇપીએલ આ વર્ષે મહારાષ્ટ્રમાં રમાશે. અમને ખાતરી છે કે સ્ટેડિયમમાં અમુક ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવશે અને અમે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીશું. આઇપીએલની 70 મેચોમાંથી 55 મેચ મુંબઈમાં રમાશે જ્યારે 15 મેચ પુણેમાં રમાશે. આ તમામ મેચો ચાર સ્ટેડિયમમાં રમાશે જેમાં 20 મેચ વાનખેડે સ્ટેડિયમમાં, 15 મેચ બ્રેબાન સ્ટેડિયમમાં, 20 મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં અને 15 મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, પુણેમાં રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here