એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત

0
165

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.

લોકોને બહાર નીકળતા રોકવા અને કોરોનાનો ચેપ વધારે ન વકરે તે માટે તંત્ર ખડેપગે છે. ત્યારે લોકોની બહાર નીકળતા અટકાવવાનું કામ પોલીસના શીરે છે. પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. અમુક અપવાદોને બાદ કરતા પોલીસ અને પ્રજાનું ઘર્ષણ થયું નથી. પોલીસ પોતાની સેવા વચ્ચે ખાવાપીવાનું કરી શકે તે માટે સોલા પોલીસ સ્ટેશન ખાતે તેમને પોલીસકર્મીઓને જમવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. પોલીસકર્મીઓ સોલા પોલીસ સ્ટેશન ખાતે ચોરસ દોરેલા ખાનામાં ઊભા રહીને ભોજન લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here