કચ્છ અને સરક્રીકમાં આતંકી નાપાક હરકતને અંજામ આપવા માટે ઘૂસ્યા

0
1347

પાકિસ્તાનના ટ્રેનિંગ લીધેલા કમાન્ડો અને આતંકવાદીઓ હરામીનાળામાં થઈને કચ્છ અને સરક્રીકમાં આતંકી નાપાક હરકતને અંજામ આપવા માટે ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્રે એલર્ટ જાહેર કર્યુ છે. તેની સાથે સાથે કંડલામાં પણ આતંકીઓ અન્ડર વોટર હુમલો કરે એવી શક્યતા છે. જેને પગલે બીએસએફ અને કોસ્ટગાર્ડ સહિત અન્ય સુરક્ષા એજન્સીઝને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કરી દીધું છે અને મરિન કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે. કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here