કરફ્યૂના સમયમાં ઘટાડાની જાહેરાત એક-બે દિવસમાં થશે

0
75

કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5 કેવા પ્રકારનું રહેશે તેની જાહેરાત એકાદ-બે દિવસમાં જ થશે,પરંતુ આ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપશે તેના સંકેત મેળવીને ગુજરાતમાં લૉકડાઉન-5 કેવા પ્રકારનું રાખવું તેની તૈયારી કરી લીધી છે. ગુજરાત સરકાર લૉકડાઉન-5માં લૉકડાઉન-4ની છૂટછાટ યથાવત્ રાખશે,પણ આ સાથે છૂટછાટ વધારશે. હાલમાં રાત્રે બહાર નીકળવા પર જે પ્રતિબંધ છે તે પ્રતિબંધ જ રહેશે, પરંતુ રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધનો સમય સાંજના 7થી સવારના 7 સુધીનો છે તે ઘટાડાશે. ઉપરાંત દેવ-દર્શન માટે અત્યાર સુધી ઝૂરતા શ્રદ્ધાળુઓ માટે મંદિર,મસ્જિદ,ગુરુદ્વારા અને ચર્ચ ખોલી નાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here