કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં 24 એપ્રિલ સુધી કર્ફ્યુનો અમલ યથાવત

0
732

રાજ્યભરમાં લોકડાઉન અને કર્ફ્યુના પાલન માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં 24 એપ્રિલ સુધી કર્ફ્યુનો અમલ યથાવત છે. કર્ફ્યુભંગ કરવા બદલ રાજ્યભરમાં 364 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 163, સુરતમાં 125 અને રાજકોટમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું છેકે, કર્ફ્યુમુક્તિ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી.

રાજ્યની તમામ યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં 27,800 ઉદ્યોગો ગઇકાલથી શરૂ થયા છે. જેમાં 1 લાખ 80 હજાર શ્રમિકો કામે લાગ્યા હોવાનું મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છેકે, સુજલામ સુફલામ યોજનાને સત્વરે શરૂ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે. શ્રમિકોને રોજગારી મળવાની શરૂઆત થશે. 27 એપ્રિલથી ઘઉંની ખરીદીની શરૂઆત થશે. 27 એપ્રિલથી 30 મે સુધી ખરીદ પ્રક્રિયા ચાલુ રહેશે. ખેડૂતોને એસએમએસથી સમય અને તારીખ જણાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here