રાજ્યો બે દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ન કરે : ICMR

0
792

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રાજ્યોને સલાહ આપી છે કે, બે દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ન કરે. તપાસ બાદ બે દિવસમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ICMRએ જણાવ્યું કે, એક રાજ્યમાંથી રેપિટ ટેસ્ટ કિટને લઈ ફરિયાદ મળી હતી અને તે ખામીને દૂર કરવામાં આવશે.
ICMR-NICEDના અધિકારીઓએ કહ્યું કે, આમ બની શકે છે કારણ કે કિટને સ્ટાન્ડર્ડાઈઝ કરવામાં નથી આવી અને તેઓ આ મામલે ગંભીરતાથી વિચારી રહ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે, આ કિટને અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસનની મંજૂરી પ્રાપ્ત હતી. પરંતુ એ જાણવા મળ્યું છે કે, આ કિટ 20 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર રાખવા પર ખામીયુક્ત પરિણામ દર્શાવે છે. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here