કિયારાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે હૉરર-કૉમેડી કરશે

0
634

કિયારા અડવાણીએ ક્યારેય નહોતું વિચાર્યું કે તે હૉરર કૉમેડીમાં કામ કરશે. કિયારાની હાલમાં ‘ગૂડ ન્યુઝ’ રિલીઝ થવાની છે.કિયારા અડવાણીએ ક્યારેય નહોતું વિચાર્યું કે તે હૉરર કૉમેડીમાં કામ કરશે. કિયારાની હાલમાં ‘ગૂડ ન્યુઝ’ રિલીઝ થવાની છે. આ સાથે જ તે અક્ષયકુમાર સાથે ‘લક્ષ્મી બૉમ્બ’ અને કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા 2’માં જોવા મળશે. આ બન્ને હૉરર-કૉમેડી ફિલ્મ છે જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ વિશે પૂછતાં કિયારાએ કહ્યું હતું કે ‘મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું હૉરર-કૉમેડી ફિલ્મમાં કામ કરીશ. મારી ‘લક્ષ્મી બૉમ્બ’ બાદ ‘ભૂલ ભુલૈયા 2’ આવવાની છે. બન્ને ફિલ્મો ખૂબ જ અલગ છે અને એથી હું ખૂબ જ ઉત્સાહિત છું.’અક્ષય સાથે કામ કરવા વિશે કિયારાએ કહ્યું હતું કે ‘અમે આ ફિલ્મને લઈને ખૂબ જ મહેનત કરી રહ્યાં છીએ કારણ કે આ ફિલ્મ પાસેથી લોકોને ઘણી અપેક્ષા છે. હું અક્ષયકુમાર સરની ‘ભૂલ ભુલૈયા’ની ખૂબ જ મોટી ફૅન છું. આ પહેલી હૉરર-કૉમેડી ફિલ્મ છે જે મેં જોઈ હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here