કુડાસણ પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર જમીન ઘસી : 4 મજૂરોના મોત

0
306

કુડાસણ પાસે નવા બની રહેલા પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં 4 જેટલા મજૂરો દટાયા હતા. તમામને કાઢવા માટે હાજર લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું. બધાને બહાર કાઢવા માટે 3 જેસીબી મશીનની મદદ લેવાઈ હતી.

ભારે જહેમત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલના હાજર ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં પાર્થ હરેશભાઇ પટેલ(ઉં.વ.25,રહે.દહેગામ), રાજેશ દોલતસિંહ ચૌહાણ(ઉં.વ. 25, રહે. દહેગામ), વસંતજી ભૂપતજી (ઉં.વ.20,રહે. મહેમદાવાદ) અને પ્રવીણભાઈ પ્રભાતભાઈ સોઢા(ઉં.વ.27,રહે. મહેમદાવાદ)નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here