કેટી પેરી મુંબઈમાં પહેલી વખત પરફોર્મ કરશે…!!

0
466

ગ્લોબલ સિંગિંગ સ્ટાર કેટી પેરી એક મ્યુઝિક ફેસ્ટિવલ માટે ઇન્ડિયામાં ફરી આવશે. તે આ વર્ષે 16મી નવેમ્બરે મુંબઈમાં પહેલી વખત પરફોર્મ કરશે. આ સ્ટારે આ પહેલાં 2012માં ચેન્નઈમાં ક્રિકેટ લીગની ઓપનિંગ નાઇટ ખાતે પરફોર્મ કર્યું હતું. ચેન્નઈમાં તેની વિઝિટ દરમિયાન સચિન તેંડુલકર સાથેની તેની મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર આ ક્રિકેટ લેજન્ડ સાથેનો તેનો પોતાનો એક ફોટોગ્રાફ તેણે પોસ્ટ કર્યો હતો. તેણે સલમાન ખાન, પ્રિયંકા ચોપરા જોનસ અને અમિતાભ બચ્ચન જેવા બોલિવૂડના કેટલાક બિગેસ્ટ સ્ટાર્સની સાથે સ્ટેજ શૅર કર્યું હતું કે જેમણે આ શોને હોસ્ટ કર્યો હતો. આ મલ્ટિપ્લેટિનમ સિંગરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘હું ઇન્ડિયામાં પાછા ફરવા માટે ખૂબ જ ખુશ છું અને મુંબઈમાં મારા પહેલાં પરફોર્મન્સ માટે એક્સાઇટેડ છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here