કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું

0
1292

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યું હતું. શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું. લોકાર્પણ થતાં શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. અમિત શાહ અને વિજય રૂપાણીએ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું. શાહ પીડીપીયુના પદવીદાન સમારોહ, સાયન્સ સીટીમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સર્કિટહાઉસમાં મળનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here