કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમકડા બેંકનો આરંભ કરાયો

0
361

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર નજીકના બોરીજ ખાતેથી જરૂરિયાતમંદ બાળકોને રમકડા વિતરણ કરીને, ગાંધીનગર ખાતે રમકડા બેંક અભિયાનનો આરંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીએ બાળકોને ચોકલેટ અને ફ્રૂટનું વિતરણ કર્યું હતું.
’ રમશે બાળકો, ખીલશે બાળકો ’નાં ઉમદા ભાવ સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઇને જરૂરિયાતમંદ બાળકો માટે રમકડાં એકઠા કરવામાં આવ્યા હતા. આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બોરીજ પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ ૨૦૩ જેટલા બાળકોને આ રમકડાનું વિતરણ કરીને આ ઉમદા અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ બાળકોનો પ્રેમ અને લાગણી જોઇને તેમની તરફ આકર્ષાયા હતા. બાળકો બેઠા હતા ત્યાં તેમની વચ્ચે જઇને તેમણે બાળકોને ચોકલેટ અને ફ્રટનું વિતરણ કર્યું હતું. આ પ્રેમાળ સ્વભાવથી નાના ભુલકાઓનો ઉત્સાહ વધી ગયો હતો. બાળકો સામે ચાલીને તેમની પાસે ચોકલેટ અને ફ્રુટ લેવા માટે જતા હતા.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય શ્રી જે.સી.પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રૂચિરભાઇ ભટ્ટ સહિત કોર્પોરટરશ્રીઓ અને બોરીજ ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.