કોંગો ફિવર : રાજ્યમાં 3ના મોત, 8 લોકો સારવાર હેઠળ

0
1460

રાજ્યમાં સતત કોંગો ફીવરનો કહેર વધતો જઇ રહ્યો છે. 3 મહિલાઓના મોત થયા છે, જ્યારે એક મહિલાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તો હાલ SVPમાં 8 લોકોને કોંગોની સારવાર અપાઈ રહી છે.સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામમાં બે મહિલાના ડેંગ્યુને કારણે શંકાસ્પદ મોત થયાની વિગતો બહાર આવી હતી. જેમાં એક મહિલાનુ ખુબ જ ગંભીર કોંગો બીમારીના કારણે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે 20 ઓગસ્ટે મોત નીપજ્યું હતું. ત્યારે બીજી મહિલાનું પણ મોત કોંગોને કારણે જ થયાનો મંગળવારે મોડી સાંજે રીપોર્ટ આવ્યો છે. આટલુ જ નહી પરંતુ અન્ય એક મહિલાને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here