કોંગ્રેસના તમામ ધારાસભ્યો 10-10 લાખ રૂપિયાની સહાય કરશે

0
1003

ગુજરાત કોંગ્રેસ સંકટના સમયમાં હંમેશા રાજ્ય સરકારની પડખે હોય છે પછી તે પુર હોય કે દુકાળની સ્થિતિ. હાલમાં દેશ સહિત ગુજરાત પર કોરોનાનુ સંકટ છે તેવામાં કોંગ્રેસે પણ સરકારને પુરતો સહકાર આપવાની તૈયારી દર્શાવી છે. જાણીને નવાઈ લાગશે કે ભાજપ દ્વારા જાહેરાત કરાઈ છે કે પક્ષના તમામ ધારાસભ્યો મુખ્યપ્રધાન રાહતનીધિમાં 1-1 લાખ રૂપિયાની સહાય કરશે. જેની સામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો 10-10 લાખ રૂપિયાની સહાય કરશે.ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના 68 ધારાસભ્યો દ્વારા રૂપિયા 10-10 લાખની રકમ ફાળવવામાં આવી છે જે અંગે કલેક્ટરને પત્ર દ્વારા પણ જાણ કરાઈ છે. કોરોનાની મહામારી સામે લડવા કોંગ્રેસના 68 ધારાસભ્યોએ જરૂરી સાધનો, મેડિકલ કીટ તથા સંશાધનો માટે તાત્કાલિક 10-10 લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here