કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ

0
360

કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ `બુશર્ટ ટી-શર્ટ` પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઈક અનોખું છે. નિર્માતા શ્રી રશ્મિન મજીઠીયા શેર કરે છે, “અમારી ફિલ્મોમાં હંમેશા વિવિધ પ્રકારની લાગણીઓ હોય છે. જેનો આપણે આપણા જીવનમાં અનુભવ કરીએ છીએ, પરંતુ કોમેડી ફિલ્મો હવે આપણી શક્તિ બની ગઈ છે. લોકોને લાગણીશીલ બનાવવા એ ખૂબ સરળ છે, પરંતુ સેંકડો લોકોને એકસાથે હસાવવા એ એક સંપૂર્ણપણે અલગ લાગણી છે. અમે વધુ શુદ્ધ કોમેડી મૂવીઝ બનાવવાનું ચાલુ રાખીશું, જે દરેક નોખી અનોખી તો હશે જ, અમારા માનવંતા દર્શકો જ્યારે જ્યારે એ જોશે ત્યારે એમને અત્યંત પસંદ આવશે સાથે જ હાસ્યનો ભરપૂર આનંદ કરાવશે”