મલ્હાર ઠાકરને લઈને પહેલી ગુજરાતી ફિલ્મ બનાવશે વિજ્ઞેશ શિવન

0
501

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય ડિરેક્ટર, પ્રોડ્યુસર અને ગીતકાર વિજ્ઞેશ શિવન હવે પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં ઝંપલાવશે. ‘શુભ યાત્રા’ નામની આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર લીડ રોલમાં દેખાશે. ફિલ્મને મનીષ સૈની ડિરેક્ટ કરશે. મલ્હાર જાણીતું નામ છે, તો મોનલ ગુજરાતી અને તામિલ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ છે. મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને વિજ્ઞેશે ટ્વીટ કર્યું હતું, ‘ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર સાથે પ્રવેશ કરવાની જાહેરાત કરતાં ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ. ફિલ્મને નૅશનલ અવૉર્ડ વિજેતા મનીષ સૈની ડિરેક્ટ કરશે. ‘શુભ યાત્રા’ અમારા રાઉડી પિક્ચર્સની પહેલી ગુજરાતી ફિલ્મ હશે. આ યાત્રાને લઈને ઉત્સુક છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here