કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી વિશ્વમાં ફફડાટઃ દેશમાં ટૂંક સમયમાં નવા પ્રતિબંધો લાગુ થશે

0
691

કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનથી વિશ્વના મોટાભાગના દેશોમાં ફફડાટ ફેલાયો છે. દક્ષિણ આફ્રિકામાં આ વાયરસે વધુ કહેર વર્તાવ્યો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે શનિવારે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી પરત ફરતા તમામ લોકોને શહેરમાં ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે અને તેમનું ટેસ્ટિંગ કરી સેમ્પેલને લેબમાં મોકલવામાં આવશે. આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ નવા પ્રતિબંધો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

તાજેતરમાં દક્ષિણ આફ્રિકા અને મુંબઈ વચ્ચે કોઈ ડાયરેક્ટર ફ્લાઈટ ઉડાન નહીં ઊરે. મુંબઈ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે, બૃહમુંબઈ નગર પાલિકા એરપોર્ટ ઓથોરિટી સાથે યોજના ઘડી રહ્યું છે, જેથી મુંબઈ આવતા આંતરાષ્ટ્રીય મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરી શકાય. ઈમિગ્રેશન કાઉન્ટર પર તેમના પાસપોર્ટના આધારે ટિકિટોની તપાસ કરી શકાય, તાત્કાલિક આ યોજનાને અસરકારક બનાવવામાં આવશે. પ્રવર્તમાન સમયે કોઈપણ વ્યક્તિ વિદેશમાંથી મુસાફરી કરી આવે છે તેને ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડતું નથી.

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોન સામે લડવાની રણનીતિ તૈયાર કરવા મોડી સાંજે એક બેઠકનું આયોજન કરાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ઓમીકોર્નને નવા વેરિયેન્ટ તરીકે જાહેર કર્યો છે. તાજેતરમાં મુંબઈથી આવતા અને જતા આંતરાષ્ટ્રીય પેસેન્જર્સ માટે 1 સપ્ટેમ્બરના જાહેર કરાયેલા પરિપત્રનું પાલન કરાવવામાં આવે છે. આ પરિપત્રને શનિવારે રાત્રે અથવા રવિવાર સવાર સુધીમાં અપડેટ કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here