કોરોનાના મૃત્યુમાં 22 ટકાથી વધારે મોત માત્ર ગુજરાતમાં

0
811

કોરોનાને પગલે ગુજરાતમાં મૃત્યુદરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે 6 પર પહોંચ્યો છે. આ સાથે જ દેશના 1500થી વધુ કેસ ધરાવતા ટોપ 9 રાજ્યમાં ગુજરાત મૃત્યુદરમાં પ્રથમ ક્રમે આવી ગયુ છે. દેશના કુલ મૃત્યુમાં 22 ટકાથી વધુ મોત માત્ર ગુજરાતમાં થયા છે.

ગુજરાતમાં બુધવારે વધુ 28 મોત નોંધાયા હતે અને જેમાં માત્ર અમદાવાદમાં જ 25 મોત થયા હતા. આ સાથે રાજ્યમાં મૃત્યુનો કુલ આંકડો 396 થયો છે. જેમાંથી સૌથી વધુ 298 એટલે કે 75 ટકા જેટલા મોત તો માત્ર અમદાવાદમા જ થયા છે. અમદાવાદમાં રોજે રોજ નોંધાતા વધુ મૃત્યુને લઈને ગુજરાત સમગ્ર દેશમાં હાલ બીજા ક્રમે આવી ગયુ છે. જો કે 1500થી વધુ કેસ ધરાવતા ટોપ 9 રાજ્યમાં ગુજરાત મૃત્યુદરમાં પ્રથમ ક્રમે આવી ગ્યુ છે.

ગુજરાતમાં હાલ મૃત્યુદર વધીને 6 ટકા થઈ ગયો છે અને અગાઉ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ દિલ્હી સહિતના રાજ્ય કરતા મૃત્યુદરમાં ગુજરાત પાછળ હતુ પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુની સંખ્યામાં મોટો વધારો થતાં ગુજરાત પ્રથમ ક્રમે આવી ગયુ છે. ગુજરાતમાં મૃત્યુદીઠ રીકવરીનો દર 4 ટકા જેટલો છે જે અગાઉ કરતા વધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here