કોરોનાને નિયંત્રણમાં લેવા જિલ્લાનું આરોગ્ય તંત્ર ખડેપગે છે : જિલ્લા કલેકટર

0
994

ગાંધીનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસને નાથવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરીનું આજરોજ રાજયના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતું કે, જીએમઈઆરએસમાં ૬૦૦ જેટલા આઈસોલેશન બેડ તૈયાર કરવા. જે અંતર્ગત તમામ સાધન સામગ્રી જેવી કે, વેન્ટીલેટર, લોજીસ્ટીક, એચ.આર. ઈક્વીપમેન્ટ વગેરે માટેનો પ્લાન તૈયાર કરી મોકલી આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ કોરન્ટાઈન માટે ૧૦૦૦ જેટલા બેડ તૈયાર રાખવા માટેની સૂચના આપી હતી.

જિલ્લામાં જુના ૩૦૩ પેસેન્જર હોમ કોરન્ટાઈનમાં ચાલુ છે : અધિક મુખ્ય સચિવ

વધુમાં જણાવ્યું હતું કે, જોખમી વ્યક્તિઓનો પ્રથમ ફોનથી સંપર્ક કરી તેઓને કોઈ તકલીફ હોય તો આરોગ્યની ટીમે હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન પહેલી તેમની મુલાકાત લેવાની રહેશે. હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન જો કોઈ પણ વ્યક્તિઓને તકલીફ માલુમ પડે તો તાત્કાલિક સારવાર માટે ખસેડવાની સુચારું વ્યવસ્થા કરવાની રેહશે. પ્રાઈવેટ ડોક્ટરોને શક્ય હોય તો ટેલી મેડિસીનથી સારવાર આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત આઈસોલેશન વોર્ડ તથા હ્યુમન રીસોર્સ માટે આઈએમએનો સહયોગ લેવા પણ સંબંધિત અધિકારીઓને ઘ્યાને મુક્યું હતું. વધુમાં તેમણે ઉમર્યું હતું કે, વિશ્વમાં કુલ ૧૬૮ દેશમાં આજ દિન ૪.૪૫ વાગ્યાની પરિસ્થિતિ મુજબ કુલ ૩,૩૭,૧૧૪ કન્ફર્મ કોરોના કેસ નોંધાયેલ છે અને ૧૫,૧૦૫ મૃત્યુ થયા છે. ઉક્ત કેસોમાંથી ૬૬,૯૦૭ કેસ સાજા થયા છે. ભારત દેશમાં ૩૬૦ કન્ફર્મ કેસ છે અને ૭ મૃત્યુ થયેલા છે જ્યારે ૪ રીકવર થયા છે. ગાંધીનગર જિલ્લાની કામગીરીની માહિતી આપતાં કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં જુના ૩૦૩ પેસેન્જર હોમ કોરન્ટાઈનમાં ચાલુ છે. કુલ ૧૩૭ પેસેન્જરનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ છે અને ૧૦૦ પેસેન્જરને રીફર કરવામાં આવ્યા છે.

તમામ હોમ કવોરન્ટાઈન હેઠળના પેસેન્જર ઘરે જ રહે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, તા.૨૩.૩.૨૦ના રોજ ગાંધીનગર જિલ્લામાં કુલ ૮૯૫ આરોગ્યની ટીમો બનાવી હાઉસ ટુ હાઉસ સર્વેના ત્રીજા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કુલ ૨૬૭૬૬૨ ઘરો આવરી લેવામાં આવનાર છે.આજ રોજ બે શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. આ બંને દર્દીના સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. ગઈ કાલે મોકલેલ એક સેમ્પલ આજે પોઝીટીવ જોવા મળેલ છે. ( પાના નંબર – ૨) ( પાના નંબર – ૨) જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની અલગ અલગ શાખાઓના અધિકારીશ્રીઓની તાકીદની મીટીંગ કરી ૨૦ ટીમો બનાવી પેસેન્જરના લીસ્ટમાંથી રેન્ડમલી પસંદગી કરી તેમની ગૃહ મુલાકાત લઈ હોમ કોરન્ટાઈન ફોર્મ ભરવા તેમજ કોન્ટેક્ટ ટ્રેસ કરવા જણાવ્યું છે.ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય સ્તરે તમામ આરોગ્ય કેન્દ્ર અને તમામ ગામોમાં કોરોના જાગૃત્તિ બાબતના બેનર લાગવામાં આવ્યા છે. તમામ આરોગ્ય કેન્દ્ર પરથી ૮૯૩૭ પત્રિકાઓ વહેંચવામાં આવી છે. તમામ ગામમાં કોરોના જાગૃત્તિ બાબતની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ જિલ્લામાં અલગ અલગ ગામમાં, પંચાયતમાં અને આરોગ્ય કેન્દ્રોમાં મળીને કુલ ૭૬જેટલી લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ કુલ ૪ સ્થળો પર ૧૨૬ લાભાર્થીઓને ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મુનભાઇ સોંલકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શરદી ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં ૧૦ થી ૧૨ ટકા જેટલો ઘટાડો છે. તેમ છતાં તમામ આરોગ્ય કેન્દ્રોને તેમના શરદી ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યા દરરોજ જિલ્લા ખાતે મોકલી આપી તેનું એનાલીસીસ કરી અને કયા ગામમાં કેસનો વધારો કે ઘટાડો છે તે જોઈ તે મુજબ ઈન્ડીકેટર બેઝ સર્વેલન્સ કરવા સૂચના આપવામાં આવી છે. પ્રા.આ. કેન્દ્ર પ્રમાણે એઆરઆઈ અને ફિવરના કેસોની વિગત મંગાવતા આજ રોજ તમામ કેન્દ્રો પર સામાન્ય કેસ જોવા મળેલ છે. ગાંધીનગર જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કુલ ૨૦ પેસેન્જરની માહિતી મળેલ છે જેમની દિવસમાં બેવાર મુલાકાત કરવાની સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ ૪૪ સંપર્ક વ્યક્તિઓની માહિતી મળી છે. ગાંધીનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં કુલ ૩૭ આઇસોલેશન વોર્ડની સુવિધા છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૪૦ બેડ ની સુવિધા છે આમ કુલ ૭૭ બેડ ઉપલબ્ધ છે. ગાંધીનગર જિલ્લામાં કુલ ત્રિપલ લેયર માસ્ક ૧૧,૩૪૦ અને એન ૯૫ -૧૭૨૯ નંગ અને પીપીઈ કીટ ૭૧૦ છે તેમ છતાં આજ રોજ બીજા ૧૦૦૦૦ નંગ માસ્કની ખરીદી કરેલ છે. ગાંધીનગર જિલ્લામાં કુલ ૨૫ વેન્ટીલેટરની વ્યવસ્થા છે. પ્રેક્ષા ભારતી કોબા ખાતે કવોરાન્ટાઈન ફેસીલીટી માટે તૈયાર કરેલ છે. ધીનગર જિલ્લામાં કુલ ૧૧ જગ્યાએ ૨૭૮૨ બેડની વ્યવસ્થા થયેલ છે. કંટ્રોલ રૂમઃ- (ફોન નં. ૦૭૯ ૨૩૨ ૪૬૨૭૬)આજ રોજ કંટ્રોલ રૂમ પર ૫ વ્યક્તિના પૂછપરછ માટે ફોન આવેલ હતા જેઓના પ્રશ્નોનું જે-તે સમયે નિરાકરણ કરેલ છે અને કોઇ પેસેન્જરના ફોન આવેલ નથી. તા.૧૭.૩.૨૦થી ગાંધીનગર જિલ્લા ખાતે આઈડીએસપી કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. અને વધુ સુદ્દઢ કામગીરી માટે આયુષ તથા આર.બી.એસ.કે. એમ.ઓ.ને ફરજ સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here