રાજ્યમાં ગઈકાલ રાત બાદથી સવાર સુધીમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા હતા અને 5 લોકોના મોત થયા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા હતા. તેમજ મૃત્યુઆંક 58 થયો હતો. પરંતુ સવારના 10 વાગ્યા બાદ વધુ 139 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ પાંચના મોત થયા છે. આ સાથે જ 24 કલાકમાં 367 નવા દર્દી સામે આવ્યા છે અને 10 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ દર્દી 1743 અને મૃત્યુઆંક 63 થયો છે. જ્યારે 105 લોકો સાજા થયા છે.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 10 વાગ્યા બાદ સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદમાં 99, સુરતમાં 22, વડોદરામાં 14 અને રાજકોટ, ભરૂચ, દાહોદ તથા નર્મદામાં એક-એક પોઝિટિવ કેસ મળીને કુલ 139 કેસ નોંધાયા છે. જ્યારે 5ના મોત થયા છે અને 11 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. કુલ 1743 દર્દીમાંથી 14 વેન્ટીલેટર પર છે જ્યારે 1632ની હાલત સ્થિર છે અને 105 સાજા થયા અને 63ના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 3002 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 367ના રિપોર્ટ પોઝિટિવ અને 2635ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 29104ના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1743ના રિપોર્ટ પોઝિટિવ અને 27361ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.